અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકથી કારમાં શંકાસ્પદ હથિયારો સાથે બે ઈસમોની પોલીસે કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી

Update: 2022-07-21 11:05 GMT

અંકલેશ્વર શહેર પોલીસે રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ ઉપરથી ઇક્કો કારમાંથી શંકાસ્પદ હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ ઇક્કો કાર નંબર-જી.જે.૦૫.આર.એ.૦૩૯૮માં બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડની હથોડી,ગિલોલ,પાઈપ અને સળિયા અને પાનું તેમજ પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે કારમાં સવાર સુરતના પુણાગામની દીપાજ્લી સોસાયટીમાં રહેતો યોગેશ રામસજીવન જયશ્વાલ અને રવિ મહેશ જીલેકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News