અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ...

શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

Update: 2024-02-03 09:17 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ પર આવેલ હરીદર્શન સોસાયટી ખાતે 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજનમાં 52 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમજ આ ભગીરથ કાર્યમાં કન્યાદાન કરવા ઇચ્છતા દાતાઓને પણ ગુંજ સોશિયલ ગ્રુપ સંસ્થા દ્વારા આવકાર આપવામાં આવ્યો છે, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજન અંગે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા નવયુગલોને સંતો-મહંતો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

Tags:    

Similar News