અંકલેશ્વર: કેમિકલના ગોડાઉનની આડમાં વિદેશી દારૂના વેપલાના કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ

પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

Update: 2023-07-02 08:02 GMT

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બે અગલ અગલ ગોડાઉનમાંથી ભરૂચ એલસીબી અને જી.આઈ.ડી.સી.પોલીસે કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખનો ૨૪.૩૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના કાપોદ્રાના જોલવા પાટિયા પાસે રહેતો છગન મેવાડા,પરેશ મારવાડી ઉર્ફે મહારાજ પાસેથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની જલધારા ચોકડી સ્થિત સિદ્ધનાથ એપાર્ટમેન્ટમાં રહેતો કુખ્યાત બુટલેગર જીગ્નેશ કિરીટ પરીખ અને કીમના બુટલેગર રાજેન્દ્રકુમાર હીરા મિસ્ત્રી તેમજ ઉર્વેશ ગોપાલ યાદવએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉર્વેશ યાદવ જ્યાં સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે કામ કરે છે ત્યાં સંતાડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની ફીકોમ ચોકડી નજીક પ્લોટ નંબર-૩૬૦૮ આવેલ શેડની પાછળ દીવાલ દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂનો જથ્થો ઉતારવા આવેલ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસેની ગ્રીનપાર્ક સોસાયટી સેફ ઉર્ફે યશ ક્યુમખાન,ગૌરાંગ જગદીશ પરમાર અને નિરજભાઇ બાબુ રબારી સની બાબુભાઇ રબારીને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખ, ઉવેશ ગૌપાલ યાદવ સહીત પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News