અંકલેશ્વર:કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા કોન્ટ્રાક્ટરને ધમકી,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પીરામણ ગામની હવા મહેલ સોસાયટીની પાસે આવેલ યુરો બિલ્ડીંગ ખાતે રહેતા રહેમતખાન હનીફખાન પઠાણ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે

Update: 2023-06-08 12:31 GMT

અંકલેશ્વરના પીરામણ ગામની હવા મહેલ સોસાયટીની પાસે આવેલ યુરો બિલ્ડીંગ ખાતે રહેતા રહેમતખાન હનીફખાન પઠાણ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે જેઓ ગતરોજ અંકલેશ્વર કોર્ટમાં હાજર હતો તે વેળા યુનુશ મુલતાની ઉર્ફે ટાઇગર નામના ઇસમનો તેના ફોન ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો અને યુનુશ મુલતાની ઉર્ફે ટાઇગરે તું મારી ગાડીના નંબરની બાતમી પોલીસને આપે છે તેમ કહી પાંચ દિવસમાં અમે તને મારી નાખીશું ઝઘડિયામાં અમે કેટલી ફાયરીંગ કરી છે તને ખબર છે ને પાંચ દિવસમાં તારા પર એવી જ ફાયરીંગ થશે તેમ કહી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને પગલે કોન્ટ્રાક્ટર રહેમતખાન પઠાણે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે માથાભારે ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે

Tags:    

Similar News