ભરૂચ 108 ઈમરજન્સી સેવા ફરી બની જીવન સંજીવની, મહિલાની સફળ પ્રસુતિ ઘરે જ કરાવી

Update: 2022-07-05 05:18 GMT

ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશ તૈયાર અને તત્પર રહે છે તેના જ ભાગરૂપે તારીખ 4 જુલાઈના રોજ ઉમલ્લા 108 ઈમરજન્સી સેવાને ખાખરીયા ગામનો ખાખરીયા ફળિયાનો પ્રસુતાના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઉમલ્લા 108 ઈમરજન્સી સેવા ગણતરીના સમયમાં ખાખરીયા ગામે મિનેશ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી.

ભરૂચ જિલ્લાના ઉમલ્લાના 108 ઇમરજન્સી સેવા પહોંચતા મિનેશભાઈની પત્ની રેણુકાબેન વસાવાને પ્રસ્તુતાનો દુખાવો બહુ જ વધી ગયો હતો. જેથી રેણુકા બેનની ડીલેવરી તેમના ઘરે જ કરવી પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી સેવાના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન હીનાબેન વસાવા તેમજ પાયલટ રવિન્દ્ર વસાવાએ પોતાની સૂઝબુજનો ઉપયોગ કરી 108 ઇમરજન્સી સેવામાં આપેલા મેડિકલ સંસાધનોનો ઉપયોગ કરી રેણુકાબેન વસાવાની સફળ પ્રસુતિ કરાવી હતી. પ્રસ્તુતિ થયા બાદ માતા રેણુકાબેન અને તેમના બાળક બંને સુરક્ષિત હતા. ત્યારબાદ માતા રેણુકાબેન અને તેમના બાળકને આગળ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેમના ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ને અભિનંદન પાઠ્ય હતા. 

Tags:    

Similar News