ભરૂચ : દેશી દારૂ બનાવવાના વોશ સાથે કુકરવાડા ગામની 2 મહિલા રૂરલ પોલીસના હાથે ઝડપાય...

ગુજરાતમાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધંધુકા, બોટાદ, બરવાળા પંથકમાં ઝેરી કેમિકલવાળા દારૂ પીવાથી અંદાજે 55 લોકોના મોત નીપજ્યાં છે.

Update: 2022-07-27 08:26 GMT

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાલુકાના કુકરવાડા ગામે દારૂ બનાવવા માટે વપરાતા ગોળના વોશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. કુકરવાડા ગામે રેડ કરતાં દારૂ ગાળતા ઇસમોના ઘરે તેમજ દારૂ ગાળવાના સ્થળે તાલુકા પોલીસે રેડ કરી હતી.

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે. ગુજરાતનાં ધંધુકા, બોટાદ, બરવાળા પંથકમાં ઝેરી કેમિકલવાળા દારૂ પીવાથી અંદાજે 55 લોકોના મોત નીપજ્યાં છે. તેમજ 150થી વધુ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સામે લઠ્ઠાકાંડ સર્જાતા પોલીસ તંત્ર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે, જેના પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ બુટલેગરોને તથા દારૂ બનાવટમાં વપરાતા મટિરિયલ્સને શોધી તેઓની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે..

ત્યારે ભરૂચ તાલુકા પો.સ્ટેશન દ્વારા તાલુકાનાં કુકરવાડા ગામે દારૂ બનાવવા માટે વપરાતા ગોળના વોશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. કુકરવાડા ગામે રેડ કરતાં દારૂ ગાળતા ઇસમોના ઘરે તેમજ દારૂ ગાળવાના સ્થળે તાલુકા પોલીસે રેડ કરી હતી. જેમાં કુકરવાડા ગામે રહેતી 2 મહિલાની અટક કરી ગોળના કુલ 19 નંગ ડબ્બા, વોશ 285 લિટર રૂ. 570 તથા બિનવારસી ડબ્બા નંગ 60 વોશ લિટર 900 મળી કુલ કિંમત 1,800 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Tags:    

Similar News