ભરૂચ : ગેલાણી તળાવ નજીક પાલિકાની કામગીરી દરમ્યાન માટી ઘસી પડતાં 2 શ્રમિકો દટાયા...

ગેલાણી તળાવ નજીક સવારના સમયે જી.યુ.ડી.સી.ના પાઇપ લાઇનની કામગીરી માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

Update: 2022-06-20 12:44 GMT

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલગેલાણી તળાવ નજીક સવારના સમયે જી.યુ.ડી.સી.ના પાઇપ લાઇનની કામગીરી માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન બહાર એકત્ર કરેલી માટી અચાનક ધસી પડતાં 10 ફૂટ ઊંડા ખાડામાં કામ કરી રહેલા શ્રમિકો પૈકી 2 શ્રમિકો માટીની મોટી ભેખડના જથ્થા નીચે દબાયા હતા. આ દ્રશ્ય જોઇ અન્ય કામદારોએ બૂમાબૂમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવી નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી માટી નીચે દબાયેલા શ્રમિકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા, ત્યારે બેભાન અવસ્થામાં રહેલા સુરેશ વસાવા અને પવન વસાવા નામના બન્ને શ્રમિકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Tags:    

Similar News