ભરૂચ: રોટરી ક્લબ દ્વારા ચાલતી ક્લિનિક ઓન વ્હીલ સેવાનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લીધો લાભ

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રોટરી ક્લબ દ્વારા નગરપાલિકાના વિસ્તારોમાં ક્લિનિક ઓન વ્હીલ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન ગત 25 જુલાઈ થી15 મી ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે.

Update: 2022-08-10 12:09 GMT

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રોટરી ક્લબ દ્વારા નગરપાલિકાના વિસ્તારોમાં ક્લિનિક ઓન વ્હીલ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન ગત 25 જુલાઈ થી15 મી ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ અંતર્ગત રોટરી કલબ દ્વારા નગરપાલિકા વોર્ડ માં આવેલી આંગણવાડીઓ માં ફરતા દવાખાના સાથે ડોક્ટરો ની ટીમ સાથે કલીન્ક ઓન વ્હીલ પ્રોજેક્ટ થી ગરીબ અને સલ્મ વિસ્તારના લોકો ને મફત સારવાર અને દવાઓનું સાથે વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર સુધી નું એક આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ કલીન્ક ઓન વ્હીલ વોર્ડ નંબર 5 આવેલ ગુરુદ્વારા ખાતે આવતા વોર્ડના ગરીબ દર્દીઓનું કેમ્પ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ દ્વારા ક્લિનિક ઓન વ્હીલ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી 2000 થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી ચુકી છે અને હજુ પણ 15 મી ઓગસ્ટ સુધી આ ક્લિનિક ઓન વ્હીલ પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ દર્દીઓને આવરી લેવા ના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ આ મેડિકલ કેમ્પમાં રાજ્યના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલ,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,ઉપ પ્રમુખ નીના બેન યાદવ સહિત ડો.વિહાનગ સુખડીયા,.ઉક્ષિત પરીખ,ઉર્વી સુખડીયા ટીમ સાથે રોટરી કલબના ક્લિનિક ઓન વ્હીલ પ્રોજેક્ટના મનીષ ફોઝદાર, નવીન દુ ગોહિલ,રિઝવાનાં જમીનદાર,જેન્ઉદ્દીન કોન્ટ્રાક્ટર સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપી વધુ માં વધુ લોકો આ કેમ્પનો લાભ મળે તે માટે અપીલ કરી હતી.

Tags:    

Similar News