ભરૂચ : ઝઘડિયાની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળા-તલોદરામાં નવનિર્મિત ટોયલેટ બ્લોકનું ઉદઘાટન કરાયું...

ભરૂચ જીલ્લાના ઝઘડિયા GIDCની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Update: 2023-06-08 11:47 GMT

ભરૂચ જીલ્લાના ઝઘડિયા GIDCની ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ દ્વારા ફૂલવાડી ગામે વિજ્ઞાન પ્રયોગ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તલોદરા ગામે આંગણવાડીમાં નવનિર્મિત ટોયલેટ બ્લોકનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC ખાતે આવેલ ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતની શાળાના બાળકોના સારા ભવિષ્ય માટે વિજ્ઞાન પ્રયોગશાળા બનાવી તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તલોદરા ગામ ખાતે આંગણવાડીમાં નવનિર્મિત ટોયલેટ બ્લોકનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ કંપનીના સીએસઆર હેડ, ફેક્ટરી મેનેજર તેમજ કર્મચારીઓ અને ફૂલવાડી ગામના સરપંચ, તલોદરા ગામના સરપંચ, ઉપસરપંચ સહિત ફૂલવાડી ગામની શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. ઝઘડિયની ગેલેક્સી સર્ફેક્ટન્સ કંપની દ્વારા અગાઉ પણ સીએસઆર પ્રવુત્તિ હેઠળ GIDCના આસપાસના ગામોમાં અનેક લોકહિતના કામો કરવામાં આવ્યા હતા, અને ભવિષ્યમાં પણ CSR હેઠળ લોકોને મદદરૂપ થતાં કાર્યો કંપની દ્વારા કરવામાં આવશે તેવું ટીમ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Tags:    

Similar News