ભરૂચ: રાજપારડીની બેન્કમાંથી આદિવાસીના નામે બારોબાર રૂ.૬ લાખની લોન લઈ ઠગાયનું કૌભાંડ ઝડપાયું,પોલીસે તપાસ શરૂ કરી

ઝઘડીયા તાલુકાના અણધરા ગામના આદિવાસી ખેડૂત સુકલભાઇ કાળિયાભાઇ વસાવાને ખેતીમાટે પૈસાની જરુર હોય

Update: 2022-03-20 11:16 GMT

ઝઘડીયા તાલુકાના અણધરા ગામના આદિવાસી ખેડૂત સુકલભાઇ કાળિયાભાઇ વસાવાને ખેતીમાટે પૈસાની જરુર હોય તેઓ ઝઘડિયા તાલુકાના સરસાડ ગામમાં કિરીટસિંહ મહિડાને લોન માટે મળ્યાં હતાં ત્યારબાદ કિરીટસિંહ મહિડા ફરિયાદીને રૂપિયા ત્રણ લાખની લોન રાજપારડી બેન્ક ઓફ બરોડા શાખામાંથી અપાવી હતી, ત્યારબાદ ૨૦૧૫ માં સુકલ ભાઈના ઘરે બેન્ક ઓફ બોરડા રાજપારડી શાખા માંથી વ્યાજના પૈસા લેવા માટે આવતા સુકલ ભાઈએ વ્યાજના ૨૮,૦૦૦ ચેક દ્વારા ભર્યા હતા. ૨૦૧૬માં બેન્ક દ્વારા સુકલભાઈના ઘરે આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે તમારે લોનના નવ લાખ રૂપિયા પૂરા ભરપાઈ કરવી પડશે જે વાતની સૂકલ ભાઈને જાણ થઇ હતી કે બેંકમાંથી નવ લાખ રૂપિયાની લોન ઉપાડવામાં આવી છે.

સુકલભાઈએ જણાવ્યું હતું કે મેં ફક્ત ત્રણ લાખ રૂપિયાની લોન લીધી છે. આ વાતની જાણ કિરીટભાઇને કરતા તેઓએ જણાવ્યું હતું કે અમને જરુર હતી માટે અમે છ લાખ રૂપિયાની લોન તમારા ખેતર પર લીધી છે તે ટૂંક સમયમાં ભરી આપીશું પરંતુ આજદિન સુધી આ લોનની ભરપાઈ કરવામાં નહી આવતાં સુકલભાઈએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.પોલીસે આ મામલામાં કિરિટસિંહ મહિડા, ગણેશભાઇ વાળંદ અને તે વખતના બેન્ક મેનેજર ઠાકોર પરમાર વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Tags:    

Similar News