ભરૂચ: દિપક ફાઉન્ડેશનના નવા પ્રોજેકટ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

દીપક ફાઉન્ડેશનની સ્થાપના બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ 1982માં કરવામાં આવી હતી,

Update: 2023-02-02 11:33 GMT

દીપક ફાઉન્ડેશનની સ્થાપના બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ 1982માં કરવામાં આવી હતી,જેમાં પબ્લિક હેલ્થ એન્ડ ન્યુટ્રિશન, ઓક્યુપેશનલ હેલ્થ, ક્લિનિકલ સર્વિસ, એજ્યુકેશન, આજીવિકા અને કૌશલ્ય નિર્માણ અને વિકલાંગતા અને સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં દીપક ફાઉન્ડેશન પાંચ રાજ્યોમાં કાર્યરત છે.2013 થી, ફાઉન્ડેશન આરોગ્ય અને આજીવિકા ક્ષેત્રે ગુજરાતના ભરૂચ જિલ્લામાં કામગીરી કરી રહ્યું છે. પ્રોજેક્ટ સંગાથનો અમલ 2020 થી સરકારી યોજનાઓ વિશે જાગ્રુતતાઅને જોડાણ ને મજબૂત કરવા અને પરિવર્તન માટે સમુદાયોને સશક્તિકરણ કરીને વિકાસનું ટકાઉ મોડેલ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલ છે.

પ્રોજેક્ટ સંગાથ ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણા માં 7 જિલ્લાઓમાં 144 ગામમાં અમલ માં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને દીપક ગ્રુપ ઓફ કંપનીઝ ના CSR પ્રવ્રુતિ ના ભાગ રૂપે કરવા માં આવે છે.ભરૂચમાં વાગરા બ્લોકના 33 ગામ માં સંગાથ પ્રોજેક્ટ ની કામગીરી ચાલે છે.પ્રોજેક્ટ સંગાથ માં,7374 પરિવારોના 18667 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે.જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કુલ 10107 સરકારી દસ્તાવેજો અને 8330 અરજીઓ નું જોડાણ વિવિધ યોજનાઓ સાથે કરેલ છે.આ કાર્યક્રમમાં તરીકે અતિથિ વિશેષ તુષાર સુમેરા, IAS, કલેક્ટર અને મેજિસ્ટ્રેટ, ભરૂચ સાથે પ્રશાંત જોષી, IAS, જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ હાજર હતા. દીપક નાઈટ્રેટ લિમિટેડ તરફથી કોર્પોરેટ જનરલ મેનેજર (કોર્પોરેટ અફેર) નિર્મલ સિંહ યાદવ હાજર રહ્યા હતા..

Tags:    

Similar News