ભરૂચ : આલી માતરિયા વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરાયું

Update: 2021-08-15 10:17 GMT

રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન અને રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના ઉપક્રમે ભરૂચ શહેરના આલી માતરિયા વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

15મી ઓગસ્ટ 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભરૂચ શહેરના આલી માતરિયા વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન અને રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના ઉપક્રમે વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અહીના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રિય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, રાષ્ટ્રિય મહામંત્રી હરીશ પરમાર તથા આલી માતરિયા વિસ્તારના સ્થાનીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ હાજર રહેલા બાળકોને સંસ્થા તરફથી ચોકલેટ, અલ્પાહાર સહિત નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 75મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે સેવાભાવી સંસ્થાઓ પણ સહભાગી બની સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

Tags:    

Similar News