ભરૂચ: જંબુસરના ઉચ્છદ ગામ નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત,9 લોકોને ઇજા

જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગામ નજીક આવેલ પેટ્રોલપંપ પરથી બાઈક સવાર પેટ્રોલ ભરાવી નીકળતો હતો

Update: 2022-07-07 06:15 GMT

જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગામ નજીક આવેલ પેટ્રોલપંપ પરથી બાઈક સવાર પેટ્રોલ ભરાવી નીકળતો હતો તે દરમિયાન પાદરા તરફથી આવતી ટ્રકે બાઈક સવારને બચાવવા જતા જંબુસર તરફથી આવતા છકડાને ટક્કર મારતા છકડામાં સવાર જંબુસર તાલુકાના નવ લોકોને ઇજા પહોંચી હતી. બનવાની જાણ થતાની સાથે 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખ્સેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા

Tags:    

Similar News