ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે મોત...

એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો

Update: 2023-01-31 12:13 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એક યુવાન રાજપારડી તરફથી બાઈક લઇ ઉમલ્લા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સારસા ગામ નજીક એક હાઇવા ટ્રકના પાછળના ભાગે બાઈક અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થયા હતા. બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News