ભરૂચ: અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે ગોડાઉનમાંથી લાખોની મત્તાનો બાયોડીઝલનો જથ્થો LCBએ ઝડપી પડ્યો

Update: 2021-08-07 10:24 GMT

સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે ત્યારે આજરોજ ભરૂચના અંકલેશ્વરમાં વધુ એક બાયોડીઝલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, ગત બે દિવસ અગાઉ પણ પાલેજ નજીકથી બાયો ડીઝલના ગેરકાયદેસરના પંપોને ઝડપી પાડવા ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને ગતરોજ ફરી એક ગેરકાયદેસરના બાયોડીઝલ પંપને ઝડપી પાડવામાં આવ્યો હતો.

શુક્રવારે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ બાકરોલ બ્રિજ નજીક આવેલ એક ગોડાઉનમાંથી 7,15,000 રૂપિયાની કિંમતનો કુલ 11,000 લિટરનો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ભરૂચ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહીતી અનુસાર, ગેરકાયદેસર રીતે બાકરોલ બ્રિજ નજીક એક ગોડાઉનમાં લોખંડની બે ટેન્કોમાંથી 7,15,000 રૂપિયાની કિંમતનો કુલ 11,000 લીટરનો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો વાહનોમાં ડીઝલ ભરવાના ડિઝીટલ ડીસ્પેનશર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અંગે 4 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News