ભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક કારનું શીર્ષાષન, ચાર લોકોનો આબાદ બચાવ

કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ જતા કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો

Update: 2022-08-13 08:08 GMT

ભરૂચના હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલ અલવા ગામ નજીકની વળાંક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ જતા કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો

હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલ અલવા ગામ નજીકની વળાંક અકસ્માત ઝોન બની છે મહિનામાં ચારથી પાંચ અકસ્માતની ઘટના આ સ્થળે બનતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરાનું પરિવાર કાર નંબર-જી.જે.૦૬.પી.ડી.૩૧૮૭ લઇ સુરત ખાતે જઈ રહ્યો હતો તે વેળા હાંસોટથી સુરતને જોડતા માર્ગ ઉપર આવેલ અલવા ગામની વળાંક પાસે કાર ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો હતો

કાર પલટી જતા ધડાકાભેર અવાજ આવતા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા પરિવારના ચાર સભ્યોને બહાર કાઢ્યા હતા આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખની છે કે મહિલા પહેલા જ અંકલેશ્વર ખાતે બ્યુટી પાર્લરનો ઓર્ડર પતાવી સુરત જતી ત્રણ યુવતીઓને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો જે અગાઉ પણ અકસ્માતની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે માર્ગ અંગે મકાન વિભાગ દ્વારા અલવા ગામ નજીકની વળાંક પાસે અકસ્માત ઝોનનું બોર્ડ કે સ્પીડ બ્રેકર મુકે તે અત્યંત જરૂરી છે.

Tags:    

Similar News