ભરૂચ: મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા અપાયું બંધનું એલાન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે

Update: 2022-09-09 10:43 GMT

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે.

મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, ખાડે ગયેલું અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતું પ્રમાણ સહિતના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા.૧૦ સપ્ટેમ્બરે સાંકેતિક બંધનું એલાન અપાયું છે.સવારે ૮ થી બપોરના ૧૨ સુધીનું સાંકેતિક બંધનું આહવાહન કરવામાં આવ્યું છે. જેમાં વેપારી મહામંડળો, સામાજિક સંસ્થાઓને પ્રતિકાત્મક બંધમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે.

આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર,યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, પ્રવકતા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News