ભરૂચ: બિસ્માર માર્ગનોના સમારકામની માંગ, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત

ચોમાસામાં ભરૂચના માર્ગો બન્યા બિસ્માર, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત.

Update: 2021-09-09 13:02 GMT

ભરૂચ શહેરના બિસ્માર બનેલા માર્ગો બાબતે આજરોજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદન્મા રજૂઆત કરી માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી હતી.

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ... ચોમાસું આવતાની સાથે ભરૂચવાસીઓ માટે આ કહેવત સાચી પડે છે. સામાન્ય વરસાદ વરસતાની સાથે રસ્તાઓ પત્તાના મહેલની માફક ધોવાઇ જાય છે. ડામર અને કપચીના બદલે રસ્તાઓ પર મોટા ખાડાઓ દેખાવા માંડે તો સમજી લેવાનું કે ભરૂચવાસીઓના ખરાબ દિવસોની શરૂઆત થઇ ચુકી છે. દર વર્ષે પાલિકાની તિજોરીમાં વેરા પેટે કરોડો રૂપિયા જમા કરાવવા છતાં પાલિકાના શાસકો શહેરીજનોને સારા અને ગુણવત્તાસભર રસ્તાઓની સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહયાં છે.ભરૂચના વિવિધ વિસ્તારોમાં માર્ગોની બિંસાર હાલત થઈ છે.

આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજરોજ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદનના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી.

આ અંગે ભરુચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામની કામગીરી ચાલી જ રહી છે અને આવનારા દિવસોમાં તમામ માર્ગોનું સમારકામ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષ કોંગ્રેસના સભ્યો નગર સેવા સદન કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા એ સમયે કચેરી ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે બાબતે વિપક્ષના સભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો.

https://youtu.be/4qraHdVqvVM 

Tags:    

Similar News