ભરૂચ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે કોંગી સાંસદે અપમાનજનક ટિપ્પણી કરતાં ઝઘડીયા ભાજપમાં રોષ...

કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે.

Update: 2022-07-29 11:35 GMT

દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધિત કરતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ નોંધાવી વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે.આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે. દેશના બંધારણીય વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે નારી શક્તિનું અપમાન છે. જેનો ભાજપા દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી કોંગી નેતા અધીર રંજન ચૌધરી માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમ્યાન ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ધમેન્દ્રસિહ પરમારે જણાવ્યું હતું કે, ભારતના બંધારણના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરનું એક સપનું હતું કે, ભારત દેશના પછાત વર્ગના લોકો પણ ઉચા હોદ્દાઓ પર આવે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનું સપનું પુરું કરી આજે ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે. તેવામાં કોગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરી ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

Tags:    

Similar News