ભરૂચ : ઝઘડીયા GIDCમાં દૂષિત પાણી બન્યા માછલીઓના કાતિલ, લોકોમાં રોષ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારની એક કંપની દ્વારા વરસાદી કાસમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતાં હજારો માછલાંઓના મોત નિપજ્યાં છે

Update: 2021-08-20 15:35 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારની એક કંપની દ્વારા વરસાદી કાસમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતાં હજારો માછલાંઓના મોત નિપજ્યાં છે, ત્યારે પશુઓના પીવાના પાણીની કાસમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતાં આવી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ગેરજવાબદાર ઉદ્યોગો દ્વારા વારંવાર વરસાદી કાસમાં પ્રદુષિત પાણી તેમજ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેના કારણે જીઆઈડીસીની આજુબાજુ આવેલ ગામના ખેતરોમાં ઉભા પાકને મોટું નુકશાન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવું પડે છે. તો સાથે જ પ્રદુષિત પાણીથી પાણીમાં રહેલ જળચર જીવો પણ મૃત્યુ પામે છે. ગત રાત્રીએ વરસાદનો લાભ લઇ ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારની એક કંપની દ્વારા વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રદુષિત પાણીના કારણે પાણીમાં રહેલા હજારો માછલા પણ મૃત્યુ પામ્યા હતા. વરસાદી કાંસમાંથી પશુઓ પણ પાણી પીતા હોય છે, જેથી જીઆઇડીસી નજીક આવેલ ગામના લોકોમાં રોષ ફેલાયો છે, ત્યારે પશુઓના પીવાના પાણીની કાસમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતાં આવી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.



Tags:    

Similar News