ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની કરી ધરપકડ, ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલાયો

અમુક શકમંદ વાહનો દેખાયેલ જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગની ટીમો સક્રિય થઇ હતી.

Update: 2022-11-12 13:22 GMT

ભરૂચ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના આધારે ક્રાઇમ બ્રાંચના કર્મીઓ ઘરફોડ ચોરીના ગુના અટકાવવા બાબતે અનડિટેક ગુન્હાઓ બાબતે ઝીણવટભરી તપાસ હાથધરી હતી, જે બાદ પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી શકમંદ ઈસમો તેમજ અમુક શકમંદ વાહનો દેખાયેલ જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગની ટીમો સક્રિય થઇ હતી.

ક્રાઇમ બ્રાંચની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન શકમંદ ઈસમ એક્ટિવા ઉપર ભરૂચ શહેરમાં દેખાયેલ છે અને હાલ તુલસીધામથી દહેજ બાયપાસ રોડ તરફ જાય છે, જેથી ક્રાઇમ બ્રાંચની ટિમે વોચ ગોઠવી આરતી એપાર્ટમેન્ટ પાસે એક આરોપીને એક્ટિવા સાથે રોકી લઇ તેની પાસેની એક્ટિવાની ડીકીમાં તપાસ કરતા કિંમતી સોના-ચાંદીના દાગીના મુકવાના જવેલર્સના માર્કવાળા શંકાસ્પદ પાકીટ તથા પાઉચ મળી આવતા તેને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

જેથી આરોપી ઉપર પ્રબર શંકા જતા તેની કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને છેલ્લા આઠેક મહિનાથી ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સક્રિય થયેલ હોવાની જણાવી આજથી છ સાત દિવસ અગાઉ શક્તિનાથ નજીક આવેલ એક સોસાયટીમાં બંધ મકાનમાંથી મળી કુલ-૦૬ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.ઝડપાયેલ આરોપીએ અંકલેશ્વરના બોરભાઠા ગામેથી તથા ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નજીકથી નર્મદા નગર નજીકથી, ચાવજ જતા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાંથી, ઝાડેશ્વર રોડ ઉપર આવેલ એક સોસાયટીમાંથી મળી કુલ ૦૬ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.

તેમજ ચોરીમાં ગયેલ સોના ચાંદીના કિંમતી દાગીના તુલસીધામ નજીક આવેલ માં શક્તિ જવેલર્સ નામની સોનાની દુકાનમાં વેચાણ લેનાર સોનીને ઝડપી પાડતા મુક્તિનગર વિસ્તારમાં થયેલ ચોરીના દાગીના મળી આવતા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Tags:    

Similar News