ભરૂચ : ઝઘડીયામાં હવે ગુનેગારો નહિ બચે શકે ત્રીજી આંખથી, 39 સીસીટીવી કેમેરા લગાવાયાં

ઝઘડીયા જીઆઇડીસીમાં થતી દરેક ગતિવિધિઓ પર પોલીસની બાજનજર રહેશે. વિવિધ વિસ્તારોમાં 39 જેટલા સીસીટીવી કેમેરા લગાડી દેવાયા.

Update: 2021-10-02 10:45 GMT

ઝઘડીયા જીઆઇડીસીમાં થતી દરેક ગતિવિધિઓ પર પોલીસની હવે બાજનજર રહેશે. જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં 39 જેટલા સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યાં છે....

ઝઘડીયા જીઆઇડીસીમાં છાશવારે ચોરી સહિતના ગુનાઓ બનતાં રહે છે ત્યારે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશને જીઆઇડીસીમાં હાઇડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવ્યાં છે. જેનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું,જીઆઈડીસી વિસ્તારમાં ૧૪ જેટલા એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર ૩૯ જેટલા સીસીટીવી કેમેરાથી સજજ કરી દેવામાં આવ્યાં છે. આ પ્રસંગે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જીઆઈડીસી વિસ્તારમાં લગાડેલા સિસિટીવી કેમેરા પોલીસ માટે મદદરૂપ થશે અને આ વિસ્તારમાં થતી ગુનાઇત પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્ત્વની ભુમિકા રહેશે. ઝઘડીયા જીઆઇડીસીમાં અનેક ઉદ્યોગો ધમધમી રહયાં છે અને રોજના હજારો લોકોની જીઆઇડીસીમાં અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો પર હવે અંકુશ મેળવી શકાશે.

Tags:    

Similar News