ભરૂચ-દહેજ રેલ્વે કંપની BDR સેલના કર્મચારીઓની 10 દિવસથી ભૂખ હડતાળ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી આંદોલનકારીઓની મુલાકાત...

ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર પ્રશ્ને ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો..

Update: 2023-10-12 10:53 GMT

ભરૂચ-દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓએ પડતર પ્રશ્ને ભૂખ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ કામદારોની માંગણીઓનું નિવારણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ અને દહેજ રેલ્વેના BDR સેલ વિભાગમાં કામ કરતા કામદારો કાયમી કરવા સહિત મેનેજમેન્ટ તરફથી પોતાને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે છેલ્લા 10 દિવસથી કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. જોકે આજદિન સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, ત્યારે ભરૂચની રેલ્વે કોલોની નજીક આવેલ ભરૂચ-દહેજ રેલ્વે કંપની લિમિટેડની મુખ્ય કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરેલા આંદોલનકારી કામદારોની ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. આ સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાએ કામદારોના સમર્થનમાં રેલ્વે ટ્રેક પર ધરણા કરવા સાથે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તેઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી કામદારોની માંગણીઓના મુદ્દે ચાલતા આંદોલનનું નિવારણ લાવવા માંગ કરી હતી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત દરમ્યાન ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News