ભરૂચ : ધર્માતરણ વિરોધી કાયદા અંગે મોદી - શાહને ડૉ. પ્રવિણ તોગડીયાનું સમર્થન

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયા મંગળવારે ભરૂચના મહેમાન બન્યાં હતાં.

Update: 2021-07-20 16:03 GMT

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયા મંગળવારે ભરૂચના મહેમાન બન્યાં હતાં. તેમણે કાર્યકરોની મુલાકાત લઇ તેમને પ્રોત્સાહિત કર્યા હતાં તો ધર્માતરણ વિરોધી કાયદા અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું સમર્થન કર્યું હતું.....

વડાપ્રધાન મોદી અને એએચપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયાના સંબંધો તણાવપુર્ણ રહયાં છે. આ બધાની વચ્ચે ડૉ. પ્રવિણ તોગડીયા ધર્માતરણ વિરોધી કાયદા અંગે વડાપ્રધાન તથા ગૃહમંત્રી અમિત શાહનું સમર્થન કરી રહયાં છે. મંગળવારે તેઓ ભરૂચની મુલાકાતે આવ્યાં હતાં. ભરુચની મુલાકાત દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય હીંદુ પરિષદના કાર્યકરોને તેમના ઘરે જઇને મળ્યાં હતાં. ભરૂચ શહેર અને જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના કાર્યકરોની સેવાકીય પ્રવૃત્તિઓ કોરોના કાળમાં પ્રસંશનીય રહી છે. કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે તેઓ ભરૂચ આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ધર્માંતરણને રોકવા માટે કડક કાયદો હોવો જોઇએ અને આ બાબતે મારૂ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સમર્થન છે...

Tags:    

Similar News