ભરૂચ: દુષ્યંત પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા પણ જિલ્લાના કાર્યકર્તાઓમાં નારાજગી

Update: 2021-09-21 12:06 GMT

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની રાજ્ય વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થયા બાદ દુષ્યંત પટેલના ટેકેદારો અને ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. દુષ્યંત પટેલનું નામ મંત્રી મંડળમાં પણ ચર્ચામાં હતું પણ છેલ્લી ઘડીએ તેનું નામ કપાઈ ગયું હતું, ત્યારે પણ સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી પણ આજે કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થતા જિલ્લાના કાર્યકર્તાઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.



ભરૂચના કાર્યકરો અને ટેકેદારો પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવી રહયા છે. કાર્યકરોએ લખ્યું કે દુષ્યંતભાઇ કાર્યકારી તો 365 દિવસ માટે અધ્યક્ષ કોણ ? તો કોઈએ લખ્યું કે આ ભરૂચનું બીજીવાર અપમાન છે તો એક કાર્યકર્તાએ લખ્યું કે સાહેબ ની લાગણી સાથે રમત રમવામાં આવી રહી છે પણ અમે તેની સાથે છીએ અને રહેવાના આમ હવે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓમાં પણ અંદર ખાને ગણગણાટ સારુ થયો છે કે જિલ્લામાં વારંવાર અપમાન કરવામાં આવે છે. આવનાર સમયમાં આ વિરોધ ખુલ્લી રીતે બહાર આવે તો નવાઈ નહિ.

Tags:    

Similar News