ભરૂચ : કંથારીયા નજીક પાલિકાની ડમ્પિંગ સાઇટના કારણે રોગચાળાની દહેશત, ગ્રામજનોએ હોબાળો મચાવ્યો...

પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Update: 2022-07-22 11:40 GMT

ભરૂચ નગરપાલિકા દ્વારા કંથારીયા ગામની સીમમાં ડમ્પીંગ સાઈટ ઊભી કરી દેવાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટ મુદ્દે ઘણા વખતથી સતત વિવાદમાં રહી છે, ત્યારે થામ અને મનુબર વચ્ચે કંથારીયા ગામની સીમના ખેતરમાં નગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઈટ ઊભી કરી દેવામાં આવી છે, ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ કર્યા હતા કે, આ ડમ્પિંગ સાઈટના કારણે ખેતીમાં ગંદુ પાણી આવી જાય છે, અને ખેતીને પણ નુકશાન થાય છે.

જોકે, કંથારીયા નજીક પાલિકાની ડમ્પીંગ સાઈટના કારણે ઝાડા-ઉલટી જેવા રોગોનો પણ આસપાસના ગામોમાં પગ પેસારો થઈ ચૂક્યો છે. ગ્રામજનોએ રોષે ભરાય ઉગ્ર હલ્લાબોલ કરી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટને બંધ કરાવી હતી. ત્રસ્ત ગ્રામજનોએ ડમ્પિંગ સાઈટ પર ચાલતા વાહનોને અટકાવી વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં, ડમ્પિંગ સાઈટ પર જવાનો રસ્તો તોડી કાઢી ડમ્પિંગ સાઈટને બંધ કરાવી હતી, ત્યારે હાલ તો વહેલી તકે ગામની સીમમાંથી આ ડમ્પિંગ સાઈટને બંધ કરવામાં નહીં આવે તો કંથારીયા સહિત આસપાસના ગ્રામજનો દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Tags:    

Similar News