ભરૂચ: હાંસોટના સુણેવ ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Update: 2021-08-02 10:50 GMT

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે જન સમસ્યાઓની અરજીઓનો સ્થળ ઉપર હકારાત્મક નિકાલ થાય તે હેતુસર સંવેદના દિવસ નિમિત્તે સાત ગામ કલસ્ટરમાં સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી યોજના દ્વારા પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પુર્ણ કરવા સરકારી યોજના જેવી કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના, આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, મા અમૃતમકાર્ડ પશુપાલન, જંગલખાંતું વિધવા સહાય જેવી 57 જેટલી યોજનાનો લાભ લેવા હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ખાતે સાત ગામ કલસ્ટર સુણેવ કલ્લા, સુણેવ ખુર્દ, ઓભા, પરવટ, આસરમા, સાહોલ અને ઈલાવ ગામનો સેવા સેતુ કાર્યક્રમ સુણેવકલ્લા ખાતે હાંસોટ મામલતદાર ધનેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.


આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ,કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ ન્યાય સમિતિ અધ્યક્ષ ધનસુખભાઇ ભરૂચ જિલ્લા સંગઠન મહામંત્રી વિનોદભાઇ પટેલ, હાંસોટ તાલુકાના સંગઠન મહામંત્રી અનંત પટેલ તથા નરેશ પટેલ તથા માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હર્ષદ પટેલ માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રઉંફ ભાઈ તથા ભાજપ ના કાર્યકરો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News