ભરૂચ : હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી, ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી

Update: 2023-11-20 05:50 GMT

ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જલારામ બાવાનીના પાઠ કરવામાં આવ્યા હતા તો સાથે જ જાહેર ભંડારો પણ યોજાયો હતો.

ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે પણ જલારામ જયંતીની ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિ નિમિત્તે ગામના હનુમાન ચોકમાં જલારામ બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા જેમાં ગાયક કલાકાર જેકી પટેલ,જગદીશ પટેલ,નટવર પટેલ,બરકાલ ગામના કનુ પંચોલી અને બાળ કલાકાર પ્રથમ પંચોલી દ્વારા સંગીતમય રીતે વિરપુરના સંત જલારામ બાપાની ગ્રામજનોને આરાધના કરાવવામાં આવી હતી. આ પ્રસંગે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજન પ્રસાદીનો સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો હતો 

Tags:    

Similar News