ભરૂચ : આમોદના સમની ગામે કારખાનાના માલિક ઉપર હીંચકારો હુમલો, મારમારીની ઘટના CCTVમાં કેદ...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે કારખાનાના માલિક ઉપર લોખંડના સળીયા વડે હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો,

Update: 2023-01-26 07:07 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ ખાતે કારખાનાના માલિક ઉપર લોખંડના સળીયા વડે હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં આમોદ પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Full View

મળતી માહિતી અનુસાર, ભરૂચના આમોદના સમની ગામે આવેલ ઠાકોરજી અનાજ સાફ કરવાના કારખાનામાં ગત રોજ બપોરના સમયે જી.ઇ.બી.ના કર્મચારીઓ આવ્યા હતા. આ સમયે સમની ગામના પ્રજયસિંહ રાજ પણ ત્યાં હાજર હતા. જેમાં એકદમ ઉશ્કેરાઇ જઈ કારખાનાના માલિક કૌશિક પટેલને જેમ તેમ કહી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી કારખાનાના માલિક કૌશિક પટેલ તેમની કારમાં બેસી ગયા હતા, ત્યારે બાજુમાં પડેલા લોખંડના સળીયા વડે પ્રજયસિંહે કાર ઉપર પણ હુમલો કરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કારનો કાચ પણ તૂટી ગયો હતો. ત્યારબાદ પ્રજયસિંહે કારમાંથી ઉતરી તેમના ભત્રીજા તેમજ મંગણાદ ગામે રહેતા તેમના બનેવીએ ઉપરાણું લઈ ઝગડો કર્યો હતો. સમની ગામે અનાજ સાફ કરવાના કારખાના ઉપર થયેલી મારામારી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી, ત્યારે કારખાના માલીક કૌશિક પટેલે આમોદ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસે પણ સીસીટીવી ફુટેઝના આધારે હુમલાખોરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News