ભરૂચ : માર્ચ એન્ડીંગ પહેલાં પાલિકા એકશનમાં, વેરા વસુલાતની હાથ ધરી કામગીરી

ભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે.

Update: 2022-03-10 11:40 GMT

ભરૂચ નગરપાલિકાએ નાણાકીય વર્ષના અંતે વેરા વસુલાતની કામગીરી વેગવંતી બનાવી છે.

ભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે. ભરૂચ શહેરમાં આવેલી 67 હજાર કરતાં વધારે રહેણાંક તથા કોર્મશિયલ મિલકતધારકો પાસેથી નગરપાલિકા વ્યવસાય વેરા તથા હાઉસ ટેકસની વસુલાત કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વેરાઓ પેટે નગરપાલિકાને અંદાજે 22 કરોડ રૂપિયાની આવક થશે તેવી ગણતરી કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનાના અંત સુધી વેરાઓ પેટે પાલિકાની તિજોરીમાં 12 કરોડ રૂપિયાની આવક થઇ છે જયારે 10 કરોડ રૂા.ની વસુલાત હજી બાકી છે. માર્ચ એન્ડીંગ પહેલાં પાલિકા એકશનમાં આવી છે.મુખ્ય અધિકારી દશરથ ગોહિલના જણાવ્યા મુજબ બાકી વેરાધારકો માર્ચ મહિનાના અંત સુધીમાં બાકીવેરો ભરપાઈ કરશે તેને પેનલ્ટી તથા નોટીસ ફી માફ કરવામાં આવશે તેમજ ૧૦ ટકા વળતર આપવામાં આવશે.

Tags:    

Similar News