ભરૂચ : ક્રિકેટ ટ્રેનિંગ એકેડમી અને ભરૂચ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું ઉદઘાટન

ભરૂચના ઉભરતાં ખેલાડીઓની ક્રિકેટની રમતની તાલીમ મળી રહે તે માટે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એકેડમીનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યો છે.

Update: 2021-12-27 13:42 GMT

ભરૂચના ઉભરતાં ખેલાડીઓની ક્રિકેટની રમતની તાલીમ મળી રહે તે માટે રેલ્વે ગ્રાઉન્ડ ખાતે એકેડમીનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને રાજ્યના મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ઇખર એક્સપ્રેસ તરીકે ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ ખાસ હાજર રહયાં હતાં. આ અવસરે ભરૂચ પ્રિમિયર લિંગ ટુર્નામેન્ટની પણ જાહેરાત કરાય છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે અને તમામ મેચ અંકલેશ્વરના ઓએનજીસીના મેદાન ઉપર રમાડવામાં આવશે. ટુર્નામેન્ટ દરમિયાન જે ખેલાડી સારું પ્રદર્શન કરશે તેને ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન તરફથી ગ્રેડ આપવામાં આવશે. સારા ગ્રેડ મેળવનાર ક્રિકેટર ને ભરૂચ ડિસટીક ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં સિલેક્શનમાં ઉપયોગી બનશે.

આ પ્રસંગે ક્રિકેટ એસોસીએશનના ઉપ પ્રમુખ ઈસ્માઈલ મતદાર, એમ.એસ.નાયક, સેક્રેટરી વિપુલ ઠક્કર સહિતના હોદેદારો અને ક્રિકેટ પ્રેમીઓ હાજર રહયાં હતાં

Tags:    

Similar News