ભરૂચ: કર્મચારી મહામંડળના કાર્યાલયનું શરદ પૂર્ણિમાના શુભ દિવસે ઉદ્ઘાટન

ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળના નવા કાર્યાલયનું શરદ પૂર્ણિમાના શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Update: 2021-10-20 09:22 GMT

ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળના નવા કાર્યાલયનું શરદ પૂર્ણિમાના શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ભરૂચના કણબી વગા વિસ્તારમાં આવેલ જૂની કલેક્ટર કચેરીના બી બ્લોકના રૂમ નંબર 6માં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળઅન નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં અધિક કલેક્ટર જે.ડી.પટેલના હસ્તે કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના અધ્યક્ષ વિષ્ણુ પટેલ,પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભરૂચ જિલ્લાના પ્રમુખ દેવેન્દ્ર પરમાર તેમજ આમંત્રિતો અને સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News