ભરૂચ: કસક વિસ્તારમાં પેવર બ્લોકની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી

કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Update: 2022-06-23 10:25 GMT

ભરૂચના કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભરૂચ શહેરના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા કસક સર્કલ જ વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાની સમસ્યાને હલ કરવા માટે પેવર બ્લોકનો રસ્તો બનાવવા માટે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરે મોટા ઉપાડે કામગીરી પણ શરૂ કરી દીધી હતી.કસક વિસ્તારમાં બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવાના કારણે બન્ને બાજુ પર દોઢથી બે ફૂટ ઊંચાઇ હોવાના કારણે માર્ગો પરથી પસાર થતા ટુ વ્હીલર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જેના કારણે એક વાહન ચાલકે કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હોવાના આક્ષેપ થયા છે.કસક વિસ્તારમાં રોડની બન્ને સાઈડ ખુલ્લી ગટરોના કારણે વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે.વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં બે ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અનેક નેતાઓ રહેતા હોવા છતાં આ વિસ્તારની સ્થિતી આવી હોય તો અન્ય વિસ્તારોનું શું ત્યારે ખુલ્લી ગટરોની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી દુકાનદારો માંગ કરી રહ્યા છેભરૂચ: કસક વિસ્તારમાં પેવર બ્લોકની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી

આ બાબતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે કામગીરી ખોરંભે ચઢી છે પરંતુ બે-ત્રણ દિવસમાં અધુરી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે

Tags:    

Similar News