ભરૂચ:મોંઘવારીએ મૂકી માઝા, લીંબુના ભાવ પેટ્રોલ કરતા પણ વધુ

ઉનાળાની 43 ડિગ્રી તાપમાનની અસર હવે લીબું માં વર્તાઈ છે . લીંબુ ના ભાવમાં પેટ્રોલ ડીઝલ કરતા પણ વધુ તેજી જોવા મળી રહી છે.

Update: 2022-04-07 05:45 GMT

ઉનાળાની 43 ડિગ્રી તાપમાનની અસર હવે લીબું માં વર્તાઈ છે . લીંબુ ના ભાવમાં પેટ્રોલ ડીઝલ કરતા પણ વધુ તેજી જોવા મળી રહી છે .ભાવમાં આગ ઝરતી ગરમી જોવા મળતા 500 રૂપિયાના મણ મળતા લીંબુ હવે 2 હજારથી 2500 રૂપિયામા મળે છે.

ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે.ગરમી 43 ડિગ્રીને પાર થઇ રહી છે . તેવામાં હવે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડાપીણા , શેરડીનો રસ , લીંબુ શિકંજીનું સેવન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે પરંતુ હવે શેરડીના રસ , લિંબુ સરબત અને શિકંજીના વેચાણમાં વધારો થતાં લીંબુની વધતી જરૂરીયાત વચ્ચે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 15 દિવસમાં લીંબુના ભાવ ચાર ગણા થયા છે.જથ્થાબંધ શાકભાજીનાવેપારીઓને ત્યાં જે લીંબુના ભાવ ચાર મહિના પૂર્વે 500 રૂપિયે મણ હતા તે હવે રૂ.2000 થી 2500 પર પોહચ્યા છે..જ્યાં બજારમાં જથ્થા બંધ શાકભાજી લેતા ગ્રાહકોને લીબું એમ જ મૂકી આપતા છૂટક ટોપલા ધારકો પણ હવે એક લીબું ના 10 રૂપિયા લઇ રહ્યા છે . ખાસ કરી લીબું ભરુચ અંકલેશ્વરના બજારમાં નાસિક અને બેગ્લોરથી આવી રહ્યા હતા જેની આવક અચાનક ઓછી થઈ જતાં વેપારી માટે પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.

Tags:    

Similar News