ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા કલરવ શાળાના બાળકોને મીઠાઈ-ફટાકડાનું વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદલ ડૉ. પ્રવીણ તોગડિયાના નેજા હેઠળ દિવાળીમાં ગરીબોના ઘરે મીઠી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Update: 2022-10-21 13:12 GMT

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા કલરવ શાળાના બાળકોને દિવાળી પર્વ નિમિતે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદલ ડૉ. પ્રવીણ તોગડિયાના નેજા હેઠળ દિવાળીમાં ગરીબોના ઘરે મીઠી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા દિવ્યંગ બાળકોને આ દિવાળી પર્વ માટે મીઠાઈ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. મારો હિંદુ, મારો ભાઈ, મારું ગૌરવ અંતર્ગત ગરીબોની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે આ મીઠી સેવાથી તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આપણી આ સેવા પ્રભુને સમર્પિત થઈ ગઈ છે, તે જ આપણી સાચી દિવાળી છે, તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળ તેમજ સહયોગી સંસ્થાઓ દ્વારા ભરૂચના મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોને મીઠાઈ તેમજ ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News