ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરાઇ

જંબુસરમાં જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરાઇ, કાછીયા પટેલ સમાજે પરંપરાગત રીતે શોભાયાત્રા યોજી.

Update: 2021-09-18 12:31 GMT

ભરૂચ જિલ્લાના જંબુસરમાં કાછિયા પટેલ સમાજ દ્વારા જળ-ઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી.

જંબુસર ખાતે જળજીલણી એકાદશી નિમિત્તે પરંપરાગત નકલંક દેવ ભગવાન તથા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા જંબુસર શહેરમાં ફરી હતી. જેમાં કાછીયા પટેલ સમાજના લોકોએ ભાગ લીધો હતો.

ભાદરવા સુદ અગિયારસ એટલે જલજીલણી એકાદશી અગિયારસનું મહત્ત્વ કાછીયા પટેલ સમાજ માટે અનેરું હોય છે. લાલજી મહારાજ અને નકલંક દેવ ભગવાન નીજ મંદિરેથી પાલખીમાં સવાર થઇ જંબુસરના ઐતિહાસીક નાગેશ્વર તળાવમાં ઝુલાવવામાં આવે છે. જ્યાં ભગવાન નાગેશ્વર તળાવમાં વિહરતા જોવા માટે ભક્તોની ભારે ભીડ જામે છે. તળાવ ખાતે ભગવાનની આરતી કરવામાં આવે છે અને કાકડી જાંબુડા નો પ્રસાદ ધરાવવામાં આવે છે.

શોભાયાત્રા તળાવથી પરંપરાગત રૂટ પ્રમાણે ગણેશચોક, ઉપલી વાટ, મુખ્યબજાર થઈ સોની ચકલા કંસારાઢોળ ટંકારીભાગોળ થઇ પવિત્ર સોસાયટી ખાતે ઇન્દ્રવદનભાઇ નગીનલાલ કાછીયા પટેલના નિવાસ્થાને પહોંચી હતી. ભગવાનની શોભાયાત્રા અને ભગવાનના દર્શન કરવા જંબુસર શહેરની જનતા ઉમટી પડી હતી. શોભાયાત્રામાં કાછિયા પટેલ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

Tags:    

Similar News