ભરૂચ : જંબુસર મામલતદારે બોલાવ્યો સપાટો, સારોદ નજીકથી ઓવર લોડેડ હાઇવા ડમ્પર જપ્ત કરાયું...
3 ઓવરલોડ માટી ભરેલા હાઇવા ડમ્પરને ડિટેન સહિત પંચકયાસ કરી ફરિયાદીની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના જંબુસર મામલતદારે ઓવર લોડ માટી ભરી જતા હાઇવા ડમ્પરને સારોદ મુકામેથી ડિટેન કરી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, જંબુસરના સારોદ મુકામેથી માટી ભરેલા 3 હાઇવા ડમ્પર ડિટેન કરવામાં આવ્યા છે. સારોદ ગામના સરપંચ દ્વારા 3 હાઇવા ડમ્પરને સારોદ ચોકડી નજીક રોકીને વજન વિષે પૂછપરછ કરતા વજનમાં કઈ ગરબડ જણાતા જંબુસર મામલદાર ઓફિસને જાણ કરી હતી, ત્યારે જંબુસર મામલદાર ઓફિસેથી નાયબ મામલતદાર તાત્કાલિક સ્થળ પર પહોચી 3 ઓવરલોડ માટી ભરેલા હાઇવા ડમ્પરને ડિટેન સહિત પંચકયાસ કરી ફરિયાદીની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ જંબુસર મામલતદાર દ્વારા ભૂસ્તર શાખાને પણ આગળની કારવાહી કરવા જણાવાયું છે.