ભરૂચ : જંબુસર રેફરલ હોસ્પિટલની છતના પોપડા પડ્યા, દર્દીઓ સહિત હોસ્પિટલ સ્ટાફનો જીવ જોખમમાં..!

Update: 2023-07-08 08:17 GMT

ભરૂચ જીલ્લાના જંબુસર નગરમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છતના સ્લેબના પોપડા ખરતા દર્દીઓને તંત્રની ઘોર બેદરકારીના પાપે જીવ જોખમમાં મુકવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં હાલ રેફલર હોસ્પિટલમાં દર્દીઓ જર્જરિત છતના કારણે જીવના જોખમે સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ, હોસ્પિટલના કર્મચારીઓ પણ જીવના જોખમે કામ કરતાં નજરે પડી રહ્યા છે. જંબુસર અને આજુબાજુમાં આવેલ ત્રણ તાલુકાની ગરીબ પ્રજાનું કમનસીબ તો જુઓ કે, કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ નવીર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નિર્જન અવસ્થામાં છે, ત્યારે જંબુસરની પ્રજાને હાલ કરોડોના ખર્ચે નવ નિર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલનો લાભ કયારે મળશે, જેની તાલુકા અને નગરની ગરીબ જનતા કાગડોળે રાહ જોઈ રહી છે.

સરકાર દ્વારા હોસ્પિટલના સર્જન પહેલા દર્દીઓની જટિલ સારવાર માટે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. દર્દીઓને આશા હતી કે, ભરૂચ અને વડોદરામાં જટિલ સરવારના ફેરા ઘટશે. પરંતુ હોસ્પિટલનું લોકાર્પણ કોના ઈશારે અટક્યું છે, જે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Tags:    

Similar News