ભરૂચ : જંબુસર નગરના બંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા હાલાકી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ

જંબુસર નગરના વોર્ડ નંબર 7માં પાણીની સમસ્યા સમયસર ન મળતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી નગરપાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ

Update: 2022-05-24 15:57 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર નગર પાલિકા વિસ્તાર વોર્ડ નંબર 7ના બંટી ફળિયામાં બોરનું પાણી સમયસર નહીં મળતા રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન છે, જે વણઉકલ્યો છે. શહેરીજનોને અત્યાર સુધી મીઠા પાણી માટે તંત્ર દ્વારા માત્ર લોલીપોપ આપવામાં આવી છે. પીવાનું મીઠું પાણી તો ઠીક ઘર વપરાશ માટે બોરનું પાણી પણ પાલિકા દ્વારા સમયસર આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. નગરના વોર્ડ નં. 7ના બંટી ફળીયામાં બોરનું પાણી કસમયે આપવામાં આવતું હોય, જેથી ત્યાંની મહિલાઓ સહિત રહીશો હેરાન પરેશાન જોવા મળે છે.

જોકે, છેલ્લા 15 દિવસથી બંટી ફળીયામાં બોરના પાણીનો કોઈ સમય નક્કી ન હોય તેવામાં મહિલાઓએ પાણી માટે રાહ જોવી પડે છે. હાલ વેકેશનનો સમય ગાળો હોવાથી દરેક ઘરોની જનસંખ્યામાં વધારો હોય છે, ત્યારે સમયસર પાણી અને પાણીનો સમય વધારવાની માંગ સાથે સ્થાનિકો પોતાની વેદના ઠાલવી રહ્યા છે. ઊપરાંત ભુગર્ભ ગટર યોજનાની મોટર બળી ગઈ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાના બનાવો બનતા હોય છે, જેને લઈ પાલિકા તંત્ર દ્વારા ટંકારી ભાગોળ, ભાગલીવાડ અને બંટી ફળીયાના પાણીના સમયમાં ફેરફાર કરાયો છે.

Tags:    

Similar News