ભરૂચ : મરાઠી સમાજ દ્વારા શિવાજી મહારાજની 392મી જન્મજયંતિની નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય

મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિનો પાવન અવસર છે,

Update: 2022-02-19 07:37 GMT

મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિનો પાવન અવસર છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મરાઠી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી.

શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને તેથી જ આજે પણ તેઓને લોકોના રાજા કહેવામાં આવે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મરાઠી સમાજ સહિત હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા 6 વર્ષથી શિવાજી જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજરોજ શિવાજી મહારાજની 392મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સાઈ મંદિરથી મકતમપુર રોડ, કસક સર્કલ, રેલ્વે સ્ટેશન થઈ પાંચબત્તી સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી બાઇક રેલી યોજાય હતી, ત્યારે આ ભવ્ય બાઇક રેલી દરમ્યાન જય શિવાજીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Tags:    

Similar News