ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલનો 58મો જન્મદિવસ, ગૌમાતાનું કર્યું પુજન

ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના 58મા જન્મદિવસની સેવા અને સમર્પણની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2022-02-05 10:59 GMT

ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના 58મા જન્મદિવસની સેવા અને સમર્પણની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના જે.બી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે તેમના હસ્તે ગૌમાતાનું પુજન અર્ચન કરી ભરૂચવાસીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે ગરીબ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. દુષ્યંત પટેલની રાજકીય સફર પર એક નજર નાંખવામાં આવે તો ભરૂચ નગરપાલિકામાં તેમણે 2005 થી 2007 સુધી પવડી કમિટીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

વર્ષ 2007થી દુષ્યંત પટેલ નગર પાલિકામાંથી સીધા વિધાનસભામાં પહોંચી ગયાં હતાં. આ તેમની સખત મહેનત, કાર્યક્ષમતા અને દીર્ઘદ્રષ્ટીનું પરિણામ હતું. તેઓ 2006 થી 2007 દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચુકયાં છે. ભરૂચના ધારાસભ્ય તરીકે 3 ટર્મમાં તેમણે શહેરીજનોને વિકાસના અનેક કામોની ભેટ આપી છે. ભરૂચની પાંજરાપોળ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News