ભરૂચ: મહાશિવરાત્રી પર્વે શિવાલયો ગુંજશે હર હર મહાદેવના નાદથી, તડામાર તૈયારીઓ

ભરૂચ શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની ચાલતી તડામાર તૈયારીઓ

Update: 2022-02-28 16:41 GMT

ભરૂચ શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની ચાલતી તડામાર તૈયારીઓ, મંડળ આયોજકો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

દેવોના દેવ મહાદેવનો પર્વ એટલે મહાશિવરાત્રી પર્વ જેની ઉજવણીની તૈયારીઓ ભરૂચ શહેર અને જિલ્લામાં ચાલી રહી છે આવતીકાલે યોજાનાર શિવરાત્રીના મહાપર્વની ઉજવણી ભાંગની પ્રસાદીનું વિતરણ થશે.

ભરૂચ શહેરમાં જિલ્લા પંચાયત પાસે આવેલ રામેશ્વર મહાદેવ યુવક મંડળ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા 10000 લિટર ભાંગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ વિવિધ કાર્યક્રમો ડાયરો મહા આરતી ભજન સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે.

ભરૂચ શહેરની જનતાને દેવોના દેવ મહાદેવના દર્શન કરવા તેમજ વિનામૂલ્યે ભાંગની પ્રસાદીનો લાભ લેવા રામેશ્વર મહાદેવ યુવક મંડળના આયોજક તરફથી અપીલ કરવામાં આવી છે

Tags:    

Similar News