ભરૂચ: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ,વરસતા વરસાદે તંત્રની મુશ્કેલી વધારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચના મહેમાન બનશે ત્યારે આમોદ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

Update: 2022-10-09 10:41 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચના મહેમાન બનશે ત્યારે આમોદ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પી.એમ.ના હસ્તે રૂપિયા 8 હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે.

Full View

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર તારીખ 10મી ઓકટોબરના રોજ ભરૂચની મુલાકાતે આવી રહયાં છે તેમના હસ્તે રાજયના પહેલાં બલ્ક ડ્રગ્સ પાર્ક સહિત 8,200 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ભુમિપુજન- લોકાર્પણ કરવામાં આવશે. ભરૂચમાં ₹8200 કરોડથીવધુના પ્રોજેક્ટ્સનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. જંબુસરમાં ₹2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ પીએમ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આમોદની રેવા સુગર ફેકટરીના મેદાનમાં સોમવારે સવારે 11 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમોદ ખાતેથી વડાપ્રધાન રાજયના અન્ય શહેરોના પ્રોજેકટનું પણ ભુમિપુજન કરશે. આ અંગેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરીએ તો આવતીકાલે સવારે તેઓ 11 વાગ્યે આમોદ પહોંચે અને ત્યાર બાદ કાર્યક્રમમાં હાજરી આપી માત્ર 1 કલાકના રોકાણ બાદ આમોદથી આણંદ જવા રવાના થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરુચ જીલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે આજે પણ આમોદમાં વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે પણ વરસાદ વરસ્યો હતો જેના પગલે તંત્રની ચિંતામાં વધારો થયો છે એક તરફ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે તો બીજી તરફ વરસાદ વરસતા મુશ્કેલીમાં વધારો થયો છે

Tags:    

Similar News