ભરૂચ: વાલિયા ગણેશ સુગરના ₹85 કરોડના કથિત કૌભાંડમાં પૂર્વ ચેરમેન બાદ પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજરની ધરપકડ

ગત વર્ષે દિવાળી પેહલા જ પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની ધરપકડ કરવામાં આવતા રાજકીય અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.

Update: 2022-07-25 08:11 GMT

ભરૂચ જિલ્લાના વાલિયાના વટારીયા સ્થિત ગણેશ સુગર ફેકટરીના ₹85 કરોડના કથિત કૌભાંડમાં પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની અગાઉ ધરપકડ બાદ ભરૂચ LCB એ સુગરના પરચેઝ ઓફિસર અને માર્કેટિંગ મેનેજર જયવીરસિંહ રાઠોડની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.વાલિયાની ગણેશ સુગર ફેકટરીમાં પૂર્વ ચેરમેન સહિત 9 લોકોએ ₹85 કરોડની આર્થિક ઉચાપત કરી હોવાની ફરિયાદ ગત વર્ષે નોંધાઇ હતી.

ગત વર્ષે દિવાળી પેહલા જ પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલાની ધરપકડ કરવામાં આવતા રાજકીય અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.હાલ પૂર્વ ચેરમેન જામીન ઉપર મુક્ત છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો તપાસનો રેલો શ્રીગણેશ સુગરના કમઁચારી સુધી પહોંચતા પુરાવાના આધારે ગણેશ સુગરમાથી ચાલુ ફરજ દરમ્યાન માકેઁટીગ મેનેજર અને પરચેઝ ઓફીસર જયવિર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.વાલિયા કોર્ટમાં જયવીરસિંહને રજૂ કરી એલ.સી.બી. એ વધુ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડનો રેલો ક્યાં સુધી પોહચે છે અને હજી આ કથિત કૌભાંડમાં સંડોવણી બદલ કેટલા લોકોની આમાં ધરપકડ થાય છે તેની ચર્ચા રાજકીય અને સહકારી ક્ષેત્રે હાલ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે.

Tags:    

Similar News