ભરૂચ: દહેજની સનફાર્મા કંપનીમાંથી કિંમતી ચારકોલ સહિત કુલ ₹81.67 લાખના રો મટિરિયલ્સની ચોરી

દહેજની કંપનીઓના વેરહાઉસમાંથી અત્યંત કિંમતી પાઉડરની ચોરીની બીજી ઘટના સામે આવી છે.

Update: 2022-02-02 12:38 GMT

દહેજની કંપનીઓના વેરહાઉસમાંથી અત્યંત કિંમતી પાઉડરની ચોરીની બીજી ઘટના સામે આવી છે. એક કિલોના ₹70,660 ની બજાર કિંમત ધરાવતા પેલાડિયમ ઓન કાર્બનની હવે દહેજની સનફાર્મા કંપનીના પ્લાન્ટ અને વેરહાઉસમાંથી ચોરીની બીજી ઘટના સામે આવી છે.દહેજમાં આવેલી સનફાર્મા કંપનીના હાઇડ્રોજીનેશન પ્લાન્ટ અને વેરહાઉસમાં રો મટિરિયલ્સ તરીકે વપરાતા કિંમતી પાઉડર ચારકોલનો 64 કિલોનો જથ્થો પડ્યો હતો. એક કિલોના રૂપિયા 70 હજારની કિંમતનું આ મટિરિયલ્સ પ્લાન્ટ સુપરવાઇઝરે ચેક કરતા ગાયબ જોવા મળતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી.

પ્લાન્ટ સુપરવાઈઝર વુચિલ સુબ્રમણ્યમ એ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કુલ 64 કિલો પેલાડિયમ ઓન કાર્બન અને 1.2 કિલો અન્ય રો મટિરિયલ્સ પ્લાન્ટ અને વેરહાઉસમાંથી ચોરી થયું હતું. ઘટના અંગે કંપનીના સ્ટોર મેનેજર અનુપમ ગુપ્તાએ દહેજ પોલીસ મથકે રૂપિયા 81.67 લાખના રો મટિરિયલ્સની કંપનીમાંથી જ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ,થોડા દિવસો અગાઉ દહેજની ગ્લેનમાર્ક કંપનીના વેરહાઉસમાંથી પણ ₹16.90 લાખનો ચારકોલ ચોરી થયો હતો.

Tags:    

Similar News