ભરૂચ : કોરોનાની મહામારી ઘટતા હવે વર્ગખંડમાં શિક્ષણ આપવા શાળા સંચાલકો મક્કમ

ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરવા હતી માંગ, રાજય સરકારે 50% હાજરી સાથે વર્ગો ચાલુ કરવા આપી મંજૂરી.

Update: 2021-07-23 10:14 GMT

રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વર્ગો ચાલુ કરવાની શાળા સંચાલકોની માંગણીનો સ્વીકાર કર્યો છે. શાળાઓ હવે 50 ટકા હાજરી સાથે વર્ગો ચાલુ કરી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓની મૂંજવાનોનું નિરાકરણ લાવવા કનેક્ટ ગુજરાતે શિક્ષણવિદ્દ રાજન પટેલ સાથે સીધી વાત ચિત કરી હતી.

કોરોના મહામારીના કારણે ગયા વર્ષે માર્ચ મહીનામાં કેસો વધતાં શાળાઓ બંધ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. હવે કોરોના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકાર ફરીથી શાળાઓને ધોરણ 9 થી 12 માટે 50 ટકા હાજરી સાથે વર્ગ ખંડો શરૂ કરવાની મંજૂરી આપી દીધી. ત્યારે દોઢ વર્ષથી સૂમસાન ભાસી રહેલા વર્ગ ખંડો ફરીથી વિદ્યાર્થીઓની કિકયારીઓથી ગુંજી ઉઠશે. જોકે, બીજી લહેરમાં કેસોમાં ઘટાડો થતાં શાળાઓ શરૂ કરવા અનેક વાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે સરકારે તેમની માંગણીઓને સ્વીકારતા ફરી શાળાઓ નિયમો સાથે શરૂ કરવા મંજૂરી આપી છે. ભરૂચ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજન પટેલ સાથે કનેક્ટ ગુજરાતે ખાસ વાતચીત કરી હતી.

Tags:    

Similar News