ભરૂચ : આરોગ્યકર્મી-ફ્રન્ટલાઈન વર્કર્સ અને વયસ્કોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત...

આરોગ્યકર્મી-ફ્રન્ટલાઈન વર્કર્સ, વયસ્કોનો થયો સમાવેશ બુસ્ટર ડોઝ લેવા શહેરીજનોમાં જોવા મળ્યો હતો ઉત્સાહ

Update: 2022-01-10 13:34 GMT

ભરૂચ શહેર થતાં જીલ્લામાં આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ સહિત અંકલેશ્વર શહેરમાં બુસ્ટર ડોઝ લેવા અંગે લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

દેશભરમાં ખૂબ જ તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પહોંચી વળવા માટે રસી જ એક માત્ર ઉપાય છે. જોકે, હવે કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા પ્રિકોશન ડોઝ એટલે કે, બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેર થતાં જીલ્લામાં બીજો ડોઝ લીધાને 9 માસ પૂર્ણ થતાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આજરોજ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.

તો બીજી તરફ અંકલેશ્વરના શહેરના શારદા ભવન હોલ ખાતે પણ કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાય હતી. જેમાં 60 વર્ષથી વધુની ઉંમર અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. જોકે, બુસ્ટર ડોઝ લેવા અંગે કોરોના વોરીયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

Tags:    

Similar News