ભરૂચ: પર્યાવરણ બચાવવાના હેતુથી શાળાના બાળકોને અપાય શ્રીજીની માટીની પ્રતિમા બનાવવાની તાલીમ

ગણેશ મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ, સતચેતના પર્યાવરણ સંગઠનનું સરહનીય કાર્ય.

Update: 2021-09-04 09:04 GMT

ભરૂચના સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પર્યાવરણ બચાવવાના હેતુથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શ્રીજીની માટીની પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

દુંદાળા દેવ શ્રી ગણેશજીની આરાધનાનું પર્વ 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. ગણેશ મહોત્સવ દરમ્યાન મોટાભાગે પ્લાસ્ટ ઓફ પેરિસની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે જેના કારણે વિસર્જન દરમ્યાન જળ પ્રદૂષણ થાય છે ત્યારે જળ પ્રદૂષણ થતું અટકાવવા ભરુચનું સત ચેતના પર્યાવરણ સંગઠન આગળ આવ્યું છે.

સંગઠન દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શ્રીજીની માટીની પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આજરોજ ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિષ્ણાત મૂર્તિકારો દ્વારા બાળકોને માટીની પ્રતિમા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંગઠનના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Tags:    

Similar News