ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સી ડિવિઝન પોલીસ મથકની લીધી મુલાકાત,પોલીસની કામગીરીથી થયા માહિતગાર

અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય એ હેતૂથી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા પ્રયત્નશીલ રહે છે

Update: 2022-05-06 13:29 GMT

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરીની માહિતી મેળવી હતી અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય એ હેતૂથી ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા પ્રયત્નશીલ રહે છે જેના ભાગરૂપે શાળા વિદ્યાર્થીઓએ આજરોજ ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે સી ડિવિઝન પોલીસના પોલીસ ઈન્સ્પેકટર દિપક ઉનડકટે વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. જેલ મેન્યુઅલ, અપરાધના બદલાતા વલણો, ફરિયાદ કેવી રીતે દાખલ કરવી અને તેના પછીના પગલા શિટની બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાવવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી અને સહાયક શિક્ષકો કમલેશ વસાવા અને કવિતા ભીરુડ પણ જોડાયા હતા. સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર દિપક ઉનડકટનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો

Tags:    

Similar News