ભરૂચ : "મહાદેવ"નો અસ્તિત્વનો જંગ, નદીના જળથી જમીનનું ધોવાણ

નર્મદા નદીના બદલાતાં વહેણના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે

Update: 2021-11-16 11:30 GMT

ભરૂચ જિલ્લામાં નર્મદા કિનારે આવેલાં મંદિરોની આસપાસની જમીનોનું ધોવાણ થઇ રહયું છે ત્યારે ઝઘડીયાના વઢવાણા ગામે આવેલા શુક્રેશ્વર મહાદેવ મંદિરના અસ્તિત્વ સામે પણ ખતરો ઉભો થયો છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં પાવન સલિલા મા નર્મદાના તટે અનેક પૌરાણિક દેવાલયો આવેલાં છે. નર્મદા નદીના બદલાતાં વહેણના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે. કેટલાક સ્થળોએ ગેબીયન વોલ બનાવવામાં આવી છે જયારે કેટલાય સ્થળોએ હજી કોઇ કાર્યવાહી થઇ નથી.

ઝઘડીયાના વઢવાણા ગામે શુક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનું પરિસરની જમીનનું નર્મદા નદીના પાણીથી ધોવાણ થઇ રહયું છે. નર્મદા મૈયાની પરિક્રમા કરતાં પરિક્રમાવાસીઓ આ મંદિર ખાતે રોકાણ કરતાં હોય છે. ગ્રામજનો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે નર્મદા નદીના કિનારે આવતા મંદિરોને નદીના પાણીથી થતા ધોવાણ અટકાવવા માટેની યોજના છે તેમાં આ મંદિરનો સમાવેશ કરવામાં આવે..

Tags:    

Similar News